Wednesday, March 2, 2011

ગઝલ

ગઝલ

આમ તો દેખાવમાં અટકી ગયો છું.
વાસ્તવે ખુદમાં જ હું ભટકી ગયો છું

હાથમાં આવી ગયો છું આફતોના,
દોસ્ત એવું નાં કહો છટકી ગયો છું

એક ડી અંજન ખુશીનું મેં ય આંજ્યું,
કૈકની આંખે પછી ખટકી ગયો છું

બે ય કાઠાએ ઉઠાવ્યો લાભ મારો,
સેતુ થઇ વચમાં જ હું લટકી ગયો છું.

1 comment:

रज़िया "राज़" said...

બે ય કાઠાએ ઉઠાવ્યો લાભ મારો,
સેતુ થઇ વચમાં જ હું લટકી ગયો છું.
ખૂબ જ સુન્દર બ્લોગ અને માં યે વળી આ શે'ર ! અભિનંદન રાઠોડ ભાઇ